કુંડલિની શું છે? અને કેવી રીતે જાગૃત થઈ શકે?

 

આપણે કોસ્મિક એનર્જીથી ઠસોઠસ ભરેલા બ્રહ્માંડ માં રહીએ છીએ, પાણીમાં માછલીની જેમ રહીએ છીએ, છતાં તરસ્યા રહીએ છીએ, કેમકે આ કોસ્મિક એનર્જી સાથે આપણે કનેક્ટ થઈ શકતા નથી. કુંડલિની શક્તિ એ માનવ શરીર માં રહેલી સુષુપ્ત અદ્રશ્ય શક્તિ છે. જે આપણને આ કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ થવામાં સહાયક કરે છે. અગર એ શક્તિ root chakra મૂલાધાર ચક્ર થઈ crown chakra સહસ્ત્રધાર ચક્ર સુધી પહોંચે, તો એ વ્યક્તિ ની મગજ ની શક્તિ વધી જાય છે.  અત્યારે આપણે બ્રહ્માંડ ની કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ નથી થઈ શકતા, પણ કુંડલિની શક્તિ સહસ્ત્રધાર ચક્ર સુધી પહોંચે એટલે આપણે આ બ્રહ્માંડ ની કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ થઈને રિચાર્જ થઈ જઈએ છીએ. અત્યારે આપણે મગજની શક્તિ નો 1 કે 2 ટકા ઉપયોગ કરીએ છીએ. એના કરતાં વધારે આ મગજની શક્તિ ની ઉપયોગ કરી શકીએ, તો આપણું જીવન ઘણું સારું થઈ શકે.

 

કુંડલીનિ શક્તિ એ માણસ ના મગજ ની પેદાશ નથી, પણ હજારો યોગી ઓ દ્વારા સાધના ની ઉચ્ચ અવસ્થા માં ખોજ કરાયેલી વૈજ્ઞાનિક શોધ છે. જે ધ્યાન કરે છે, તે વ્યક્તિ ની પણ કુંડલિની શક્તિ વહેલા મોડા જાગૃત થાય જ છે. ત્યાર પછી એને કુંડલિની ના એકસપાર્ટ સિદ્ધ ગુરુની જરૂર પડે છે.

 

કુંડલિની જાગૃતિ ત્રણ રીતે થઈ શકે.

  1. પોતાની ધ્યાન સાધનાથી
  2. અચાનક શરીર માં કોઈક મોટો ફેરફાર આવવાથી
  3. સિદ્ધગુરુ દ્વારા શક્તિપાત ની કૃપાથી