|| હરિ ૐ તત્સત ||

આદ્ય ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન

જગત  મહાભારત અને ભગવદ્ ગીતાના માધ્યમથી ભગવાન કૃષ્ણના વ્યક્તિત્વથી સારી રીતે પરિચિત છે. સાથે સાથે સમગ્ર વિશ્વ ભગવાન કૃષ્ણના જીવનની એક મહત્વની સિધ્ધિ અને ક્ષમતાથી અજ્ઞાત છે. ભગવાન શ્રી કૃષ્ણની આ સિધ્ધિ અને ક્ષમતા તત્વજ્ઞાન તથા સૂક્ષ્મ આંતરિક યોગના વિષયમાં નિષ્ણાત તરીકેની હતી.

ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્ર પર સ્નેહીજનો સામે ધર્મયુદ્ધ કરવાની પ્રેરણા તો આપી જ હતી, પરંતુ તે જ સાથે, ભગવાન કૃષ્ણે શક્તિપાત દ્વારા અર્જુનને યોગના સૂક્ષ્મ માર્ગ પાર દીક્ષિત પણ કરેલ હતો. ખરી રીતે તો શક્તિપાત પછી જ અર્જુનની ચેતના ઉર્ધ્વગામી બની હતી અને તેની વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતના સાથે એકાકાર થવાનો યોગ થયો હતો અને તેને ભગવાનના વિશ્વરૂપનું અને તેના સ્વ સ્વરૂપનું સાચું ભાન થયું હતું

સિદ્ધ યોગ સાધન મંડળના સહુ સાધકોના જીવનમાં પણ સદગુરુ વિભાકર પંડ્યા ભગવાન કૃષ્ણના આ આંતરિક યોગની દીક્ષા અને શિક્ષા આપવા જ આવ્યા હતા. શક્તિપાતની કૃપા દ્વારા સદગુરૂએ હજારો સાધકોને ચેતનાને ઈશ્વરીય ચેતના સાથે જોડવામાં એક અમૂલ્ય યોગદાન કર્યું છે.

આ કારણસર જ સિદ્ધયોગ સાધન મંડળમાં અમે સહુ સાધકો ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન તરીકે જ પૂજા કરતા નથી, પણ આંતરિક યોગ માર્ગના ગુરુ તરીકે પણ પૂજન કરીએ છીએ.

સિદ્ધ યોગ સાધન મંડળના સાધકો સદગુરુ વિભાકર પંડયા દ્વારા પ્રાપ્ત ભગવાન કૃષ્ણના આ દિવ્ય જ્ઞાન માટે તેમના ખરા હૃદયથી કૃતાર્થ છે અને રહેશે

|| હરિ ૐ તત્સત ||