|| હરિ ૐ તત્સત ||

શ્રી સિદ્ધયોગાશ્રમ

।। હરિ ૐ તત્સત ।।

સર્વેત્ર સુખીન સન્તુ ..

આ માનવતાવાદી મૂલ્યને સાકાર કરવા સિદ્ધયોગી શ્રી વિભાકર પંડયાજીએ પોતાના અનુભવોના આધારે સાધકોના હિતાર્થે યોગ વિષયક માર્ગ દર્શન આપવાનો સંકલ્પ કર્યો હતો. આ ભાવના પાછળ તેમની ભાવના એ જ હતી કે પોતે યોગના આ વિષયને સમજવા જેટલા સમય કાઢ્યો, તેટલો સમય દરેક સાધકે બગાડવાની જરૂર નથી. પ્રારંભમાં શ્રી વિભાકર પંડયાજીએ ધ્યાન યોગ અને કુંડલિની ધ્યાનના વ્યવહારિક પાસાઓને સમજાવવા સાઈઠ અને સિંતેરના દાયકાઓમાં આ પ્રવૃત્તિ નાની નાની શિબિરોના સ્વરૂપમાં ગુજરાતમાં શરુ કરી હતી. વર્તમાનમાં આ પ્રવૃત્તિ એક વિશાળ અભિયાનમાં ફેરવાઈ ગઈ છે. આ પ્રવૃત્તિના વધતા વ્યાપને પહોંચી વળવા તેમણે “સિદ્ધયોગ સાધન મંડળ” નામ હેઠળ ઓગણિસઓને છોત્તેરમાં એક સંસ્થા બનાવી હતી. આ સંસ્થા દ્વારા આયોજિત વિવિધ યોગ શિબિરો અને કાર્યક્રમોની વધુ માહિતી માટે અહીંયા જુઓ

પ્રારંભમાં આ પ્રવૃત્તિ અલગ અલગ જગ્યાઓએ છુટા છવાયા સ્વરૂપમાં ચાલુ થયેલ હતી જેથી સાધકોને સ્થાયી રૂપથી કોઈ એક જગ્યાએ સાધના માટેનું વાતાવરણ ના મળતું હતું વર્તમાનમાં સાધકો નસીબદાર છે કારણ છેલ્લા આઠ વર્ષોથી તેમના લાભાર્થે દેરોલી, ભરૂચ, ગુજરાત- ભારતમાં શ્રી સિદ્ધયોગાશ્રમનું અનાવરણ આ હેતુ માટે સહજ બની શક્યું છે.

વર્તમાનમાં શ્રી વિશાલભાઈ પંડ્યા આ આશ્રમનું સંચાલન અને વર્ષ દરમ્યાન વિવિધ યોગ શિબિરોનું માર્ગદર્શન સહજ રીતે કરે છે. આ સાથે શ્રી વિશાલ ભાઈના માર્ગદર્શન હેઠળ આશ્રમમાં વિવિધ સમાજ કલ્યાણના પ્રકલ્પો માનવતાવાદી ધોરણે સફળતાથી પાર ઉતારવામાં આવે છે.

જે સાધકો તેમની ચેતનાને ઉર્ધ્વ ગામી કરી પોતાની આધ્યાત્મિક યાત્રા આગળ વધારવાની તમન્ના ર્રાખે છે, તેમને તેમના જીવનકાળમાં શાંતિ, આનંદ અને સુખનો અનુભવ કરવા માટે ઓછામાં ઓછા એક વાર આશ્રમની મુલાકાત લેવાની નમ્ર વિનંતી છે. આશ્રમમાં પ્રાયોજિત કાર્યક્રમોની વધુ માહિતી માટે અહીં જુઓ

જે સાધકો નજીકના ભવિષ્યમાં આશ્રમની મુલાકાત લેવાની ઈચ્છા ધરાવે છે તેઓ તેમના આગમનની તારીખ અને સમય, કેટલા દિવસ અને કુલ આગંતુકોની સંખ્યા વિષે આ ઇમેઇલ પર વિગતો લોકલી આપે જેથી સિદ્ધયોગાશ્રમ તેમની તીર્થ યાત્રા માટે સહજ આયોજન કરી શકે.

।। હરિ ૐ તત્સત ।।

|| હરિ ૐ તત્સત ||