કુંડલિની

|| હરિ ૐ તત્સત ||

 

માણસ જીવનમાં માત્ર તેની શક્તિનો દસમો ભાગ જ વાપરે છે.મેડીકલ સાયન્સ પણ માને છે કે માણસના મગજની પાછળના અને આગળના સેરીબ્રેલનો જ વિકાસ થયેલ છે. પોન્સ,થેલેમસ,હાઈપોથેલેમસ,પિનિયલ અને પિટ્યુટરી ગ્રંથિ નો વિકાસ નથી થયો અને તેના કાર્યોની પણ બહુ ઓછી ખબર છે.

યોગશાસ્ત્ર આ બાબતમાં સારો પ્રકાશ પાડે છે. તે મુજબ માણસમાં એક શક્તિ કામ કરે છે જેનું નામ કુંડલિની છે. કરોડરજ્જુના બીજા અને ત્રીજા મણકા વચ્ચે કંદ નામનું સ્થાન ઉંધા ત્રિકોણ ના રૂપમાં આવેલ છે અને તેની ફરતે કુંડલિની પોતાના મુખથી પોતાની પૂંછડી પકડીને બેઠેલ છે. આ કંદ નામનું સ્થાન પશુમાં ચોરસ અને પંખીમાં ગોળાકાર હોય છે. પૃથ્વી અને બ્રમ્હાંડમાં પણ કુંડલિની હોય છે. મનુષ્યમાં તે જાગૃત થઇ શકે છે જ્યારે પશુ પંખી માં તે શક્યતા ઓછી છે. કોઈપણ આધ્યાત્મિક સાધના કરતાં તે જાગૃત થાય છે અને કરોડરજ્જુ મારફતે ઉપર ચઢે છે. જો કુંડલિની જાગૃત થાય તો બ્રમ્હાંડની ચેતના સાથે એકરૂપ થઇ શકે છે.

બીજું યોગશાસ્ત્ર એમ માને છે કે આ શરીર ઉપર બીજા છ શરીરનું આવરણ છે.પ્રાણશરીર, સુક્ષ્મ શરીર,કારણ શરીર,મહાકારણશરીર,વિરાટ શરીર અને ચૈતન્ય શરીર. કુંડલિની શક્તિ ચોથા કારણ શરીરમાં આવેલ છે.

આ ઉપરાંત આપણી કરોડરજ્જુમાં સાત ચક્રો આવેલા છે.

મૂળાધાર ચક્ર: જે કરોડના ત્રીજા અને ચોથા મણકા વચ્ચે છે.તેને ચાર પાંખડીઓ છે.જેમાં આગળના ચાર જન્મોના સંસ્કાર રહેલા છે.તેના દેવતા ગણેશ ભગવાન છે. તેનો બીજ મંત્ર ‘લં’ છે. તે શરીરના ગુદાદ્વાર અને પગના ભાગ સાથે જોડાયેલ છે.

સ્વાધિષ્ઠાન ચક્ર: જે કમરની લાઈનમાં કરોડમાં આવેલ છે.તેને છે પાંખડી છે. જેમાં છ જન્મના સંસ્કાર રહેલા છે. તેના દેવતા બ્રહ્મા છે.તેનો મંત્ર ‘યં’છે.તે પ્રજનન અવયવો સાથે જોડાયેલ છે.

મણીપુર ચક્ર: તે કરોડમાં નાભિની લાઈનમાં છે.તેમાં દસ પાંખડીઓ છે. તેમાં સ્થળાંતર પશુના સંસ્કાર રહેલા છે. તેના દેવતા વિષ્ણુ છે.તે પેટના અવયવો સાથે જોડાયેલ છે.

અનાહત ચક્ર: તે કરોડમાં હ્રદયની લાઈનમાં આવેલ છે.તેને બાર પાંખડીઓ આવેલ છે. તેમાં જળચર અને ખેતર જીવોના સંસ્કાર રહેલા છે. તેના દેવતા ભગવાન શિવ છે.તેનો મંત્ર ‘રં’ છે.તે હ્રદય અને છાતીના અવયવો સાથે જોડાયેલ છે.

વિશુધ્ધ ચક્ર: તે કરોડમાં ગળાના છેલ્લા મણકાની પર છે.તેને સોળ પાંખડીઓ છે.હવે કોઈ સંસ્કાર નથી. તેના દેવતા જીવાત્મા છે.તેનો મંત્ર ૐ છે. તે ગળાના અવયવો સાથે જોડાયેલ છે.

આજ્ઞાચક્ર: તેને બે પાંખડીઓ છે. આ એક જ ચક્ર જ એવું છે જે સતત ગોળ ગોળ ફરતું રહે છે.તે કપાળમાં બે ભ્રુકુટિ વચ્ચે આવેલ છે. તેના દેવતા આત્મા છે.તેનો મંત્ર પણ ૐ છે.તે આંખ કાન નાક સાથે જોડાયેલ છે.

સહસ્ત્રાર ચક્ર: તેમાં ૧૦૦૦ પાંખડીઓ છે.તે બ્રહ્મરંધ્રના સ્થાને મસ્તિષ્કમાં આવેલ છે.

વળી કંદ નામના સ્થાનથી આજ્ઞાચક્ર સુધી નો રસ્તો સીધો છે પણ આગળના રસ્તામાં જગ્યા છે.જે ગુરુગમ્ય માર્ગ કે ભવસાગર ગેપ કહેવાયો છે.જે પાર કરવા ગુરુની જરૂર પડે છે.

તદુપરાંત શરીરમાં ૭૨૦૦૦ નાડીઓ આવેલ છે.જેમા મુખ્ય ત્રણ નાડી છે.ઈડા કે જે ઠંડી છે અને નાસિકાના ડાબા ભાગમાંથી પસાર થાય છે‌. પિંગળા કે જે ગરમ છે અને નાસિકાના જમણા ભાગમાંથી પસાર થાય છે.સુષુમ્ણા કે જે ઈડા અને પિંગળાની મધ્યથી પસાર થાય છે.જ્યારે ઈડા અને પિંગળા સમ થાય ત્યારે જ ખુલે છે.
આ બધા ચક્રો,નાડી અને કુંડલિની ચોથા કારણ શરીરમાં આવેલ છે.

કોઈપણ પ્રકારની સાધના કરો તો કુંડલિની શક્તિ જાગૃત થાય છે અને કરોડરજ્જુ મારફતે ઉપર ચઢે છે.કરોડરજ્જુમાં મસ્તિષ્ક જળ હોવાથી શરીરમાં કંપન અને ડોલન થાય છે.કુંડલિની જાગૃતિના કુલ ૯૮ લક્ષણો છે અને કોઈપણ પ્રકારની આધ્યાત્મિક પ્રવૃતિ કરતા તે બહાર આવે છે. આ સુક્ષ્મ વસ્તુ છે તેથી સ્થુળ રીતે ડોક્ટરો કશું જ કરી શકતા નથી.કેવળ યોગી જ આમાં મદદરૂપ અને ગાઈડ કરી શકે છે.

ટૂંકમાં કુંડલિની શક્તિ કે ચૈતન્ય શક્તિ સુષુમ્ણા નાડી મારફતે કંદ નામના સ્થાનથી સહસ્ત્રાર ચક્ર સુધીની મુસાફરી એટલે આધ્યાત્મિક મુસાફરી. આમ તો આ રસ્તો બે થી અઢી ફુટનો જ છે પણ તે પુરી કરતાં જન્મો નીકળી જાય છે. જોકે સ્વપ્રયત્નથી ત્રણ જન્મમાં પરિપુર્ણ થાય છે. પણ, જો સિદ્ધયોગી નો સહવાસ અને કૃપા ઉતરે તો ત્રણ થી અઢાર વર્ષની અંદર પુર્ણ થઈ શકે છે.

પુ વિભાકર દાદાએ સ્થાપેલ અને હાલ પુ વિશાલભાઈ સંચાલિત શ્રી સિદ્ધયોગ સાધન મંડળ ગાંધીનગર આ જ કાર્યમાં અગ્રેસર છે અને દરેક મુમુક્ષુ સાધકોને નિ:શુલ્ક સેવા પુરી પાડે છે.

તો આવો … બેસો … અનુભવો…!

સિધ્ધ યોગી શ્રી વિભાકર પંડયાજીના સ્વાનુભવ પરથી લખાયેલ કુંડલિની પુસ્તકનું પી.ડી.એફ. ( PDF ) સંસ્કરણ અહીંથી ડાઉનલોડ કરો.

 

|| હરિ ૐ તત્સત ||